કેમ છો? મજામાં ને? હું એકદમ મજામાં છું. ઘણા વખત થી તમને મારી સ્વરચિત કવિતાઓ બતાવવા માંગતો હતો પણ યોગ્ય સમય મળતો નહતો. પણ હવે મારી કેટલીક કવિતાઓ તમને વાંચવવા માંગું છું. મારી આ કવિતા મેં એક નમતી બપોરે લખી હતી પણ જે પૂરી કરતા મને ૨ દિવસ લાગ્યા હતા..
મારી કવિતા....
'દેશપ્રેમ'..
વાય છે પવન દેશ પર ભય નો,
સરહદ પર ઉભો છું હું જવાન લશ્કર નો..
હાથ માં છે બંદુક દુશ્મન તરફ રાખેલી,
દેશ માટે સહીદ થવાની ઈચ્છા છે જાગેલી..
દુશ્મન જો આવે સામે તો તેને મોકલું પાછો,
દેશ ની રક્ષા કરવામાં ક્યારેય ન પડું પાછો..
જાન હથેળી પર લઈને જીવું છું આ જીંદગી,
છે કુરબાન દેશ ને મારી આખી આ જીંદગી..
કરું છું દેશ ને પ્રેમ, દેશ ની સેવા,
શહીદ પણ ન થવા દે તેવા દુશ્મન પણ કેવા??
નથી ગાંધી, નથી નેહરુ કે નથી હું સરદાર,
પણ છે દેશ માટે મને તેમના જેટલો જ પ્યાર..
(આ કવિતા માટેના તમારા પ્રતિભાવો મને અચૂક જણાવ જો..)
ફક્ત તમારો:
નકુલ ભટ્ટ